STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

નારીશકિત

નારીશકિત

1 min
349

દોસ્ત મારી ભારતીય નારીશકિતની કરવી શું વાત ?

કયારેક લક્ષ્મી તો કયારેક બની જાય કાળી રાત ?


શકુન્તલા બની ભારતનો લખ્યો સુવર્ણ ઈતિહાસ

લક્ષ્મીબાઈ બની અંગ્રેજોને આવવા ના દીધા પાસ


યશોદા બનીને કનૈયાને બાળપણથી બનાવ્યો વીર

કુન્તા બની દિકરાનાં સુખ દુઃખ માટે સુકવ્યા શરીર

 

કૌશલ્યા બની ભગવાનનાં કર્યા લાડકોડથી ઉછેર

જીજાબાઈ બની દિકરાને પારણાંમાં બનાવ્યો શેર


સીતા બની પતિનાં સુખ ને દુઃખનો બની પડછાયો

મીરા બનીને પ્રિયતમનો આજીવન મહિમા ગાયો


રાધા બની દ્વારકાધીશ માટે સદાય નિભાવ્યો સાથ

અહલ્યા બની શત્રુનાં ઘરમાં જઈ કાપ્યા તેમના હાથ


અંજલી બનીને હનુમાનને બનાવ્યો શ્રેષ્ઠ શકિતમાન

મંદોદરી બનીને લોકોનાં સહ્યા આજીવન અપમાન


પૂતળીબાઈ બનીને દુનિયાને સત્યની આપી ભેટ

ચાંગોમતી બનીને વચન માટે બલિદાન આપ્યુ પેટ

 

શબરી બની આજીવન ભગવાન રામની જોઈ વાટ

દમંયન્તિ બની પતિ નળ માટે છોડી દીધુ રાજપાટ


સાવિત્રી બની યમ પાસેથી લઈ આવી પતિનાં પ્રાણ

"કનક" કહે આવી હતી મારી ભારતીય નારીની શાન


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational