નારીની વ્યથા
નારીની વ્યથા
હું નથી આજ અબળા બિચારી,
હું તો છું આજની આત્મનિર્ભર નારી.
લડવા અન્યાય સામે હર હમેંશ તૈયાર રહેનારી,
આત્મનિર્ભરતા સામે દરેક અન્યાયની હાર કરનારી.
પરિવાર અને ઓફિસને એક સાથે સંભાળનારી,
થાકે તોય ક્યારેય ન કોઈને ફરિયાદ કરનારી.
ખુદની મહાનતાના ક્યારેય ન ગુણગાન ગાનારી,
દરેક ક્ષેત્રે પ્રગતિના શિખર પર પહોંચનારી.
આત્મનિર્ભર નારી ના કોઈ પર પણ ભારી,
જરૂર સમયે એકલા હાથે ઘર સાચવનારી.
