STORYMIRROR

Nayana Viradiya

Inspirational Thriller

3  

Nayana Viradiya

Inspirational Thriller

નારી

નારી

1 min
214

નારી તે સમર્પી જીવનભરની કમાણી

ન મેળવી છતાં કદર ને કોડીની કમાણી,


તું તો બે ઘર વચ્ચે હંમેશા છે ભીંસાણી

પ્રેમ મેળવવા એવી તો તું છે અટવાણી,


ભૂલી અસ્તિત્વ ખુદનું પુરુષ સમર્પિત કહેવાણી

સપનાઓ તારા ઉંબરે પિયર ના થયા ધૂળધાણી,


ઈચ્છાઓ તારા જીવતરની પ્રિયપતિના પાંજરે પુરાણી

બાળક ઉછેરમાં ભૂલી તું તારા શોખને સંતાણી,


ઘર મારૂ છે એવું કહેનારી આજે નોંધારી અથડાણી

સ્ત્રીનું સમર્પણ છે એક આકરી કહાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational