STORYMIRROR

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

3.6  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

નારી શક્તિ

નારી શક્તિ

1 min
584

નારી તું નારાયણી કહીને એની પૂજા થાય

તો પણ વાતે વાતે એનો ક્યાંકને ક્યાંક એનું અપમાન થાય,


તું તો બિચારી, બાપડી તારાથી શું થાય..?

ભરસભામાં ક્યારેક એની લાજ પણ લૂંટાય,


કરુણાનો સાગર એમાં છલકાય, પ્રેમ એનો ક્યારેય ઓછો થાય

ડગલેને પગલે કુરબાની એનાથી મંગાય, તો તમે કરો છો શું એવો ધિક્કાર પણ કર્યા,


આજની નારી નથી કોઈ અબલા કે લાચાર, આજે એનું પણ છે સન્માન

દરેક સ્વરૂપમાં નારી જ પૂજાય, એની સહનશક્તિની આગળ કોઈની પણ તુલના ન થાય,


આજની નારી નથી કોઈના પર આધારી 

એનામાં છે એક આત્મનિર્ભરની ખુમારી,


એક દેહના સર્જન કરવાની, દર્દ સહન કરવાની શક્તિ એમાં અપરંપાર છે

બધા સ્વરૂપનું સર્જન એક નારી તુજમાં જ સમાયેલું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational