નાના માણસની મોટી વાતો
નાના માણસની મોટી વાતો


નાના માણસ ભલે નાના હોય
પણ એમની વાતો હંમેશા મોટી જ હોય છે,
બધા માટે રાત ને દિવસ સમાન હોય છે,
પણ એમના માટે દિવસ પણ જુદા ને રાત પણ જુદી જ હોય છે,
સવાર પડતા જ નીકળી પડે નિત નવા સપનાંઓ લઈને,
ઠોકર ખાય પણ હાર ના માને કેમ કે સપના એમના મોટા જ હોય છે,
દિવસ રાત મહેનતના પરસેવા પડે,
સેવા કરવામાં શરમાય નહીં,
સપનાઓ સાચવીને પરિવાર માટે લડી રહે એજ છે નાનો માણસ,
પડકારો તો એની સાથે જ ચાલતા હોય છે ક્ષણે ક્ષણે,
પણ પડકારોને હસતા રમતા સ્વીકારતો નાનો માણસ,
અનુભવોમાં હંમેશ જીવતો ને અનુભવથી આગળ વધતો,
સપનાં એના આકાશ જેવા ઊંચા પણ પગ, હંમેશા ધરતી પર રાખતો નાનો માણસ,
ઈચ્છે તો દુનિયા બદલાવી નાખે,
માનવતાના સદેવ ગુણ છલકાવતો નાનો માણસ,
નાનો માણસ ભલે નાનો હોય,
રાત દિવસ એક કરે એવી એનામાં હિંમત હોય છે,
નાનો માણસ ભલે નાનો હોય,
એની તો વાત જ શું કરવી, વાતો તો એની મોટી જ હોય છે.