નામમાં
નામમાં


છે મને આરામ હરિ એ નામમાં.
આજ સાંપડતું મને બસ રામમાં.
ના મળે બીજે કદી એવું સદા,
આવતું હરિવર મને એ કામમાં.
પામવા કાજે તને ઝંખી રહ્યો,
બેસવું મારે ઠરીને ઠામમાં.
આપણું કૈં હોય ના આ જગ વિશે,
શું મળ્યું છે આજ તક એ દામમાં?
આવતો તારે શરણ છોડી બધું,
ના કદી મળતું મને સંગ્રામમાં.