Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

નાદ બૃમ્હ

નાદ બૃમ્હ

1 min
12


સંગીતની દુનિયામાં રહેનારો છું હું,

શોકનો આલમ મને પસંદ નથી,

શોકના આલમને દૂર કરવા માટે હું, 

કદી પણ આળસ કરતો નથી,


સૂરીલા સ્વરોનો સાધક છું હું,

બેસૂરાપણું મને કદી પણ પસંદ નથી,

બેસૂરાપણું સૂરીલું કરવા માટે હું,

કઠિન પરિશ્રમ કરવાનું છોડતો નથી,


કોઈનો કરૂણ રાગ સાંભળીને હું,

લાગણી વહાવવાનું ભૂલતો નથી,

કરૂણ માહોલને શાંત બનાવીને હું,

ખુશીથી નચાવ્યા વગર રહેતો નથી,


સૂરની ઊંડી સાધનામાં ડૂબીને હું,

મારી નિર્મળતા કદી છોડતો નથી,

"મુરલી"નો મધુર નાદ રેલાવીને હું,

નાદ બૃમ્હની મર્યાદા તોડતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational