Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

ના ફાવશે

ના ફાવશે

1 min
24K


સાવ રાબેતા મુજબનું જીવવું ના ફાવશે.

કંટકો વચ્ચે રહીને આ ખીલવું ના ફાવશે,


ટેવ છે કાયમ વહેવાની જ ઝરણાંની જેમ.

આમ થઇને જો બરફને થીજવું ના ફાવશે,


હોય જો વરસાદ તો પલળી લઈએ ચાલને,

આંસુથી આ એકલા તો ભીંજવું ના ફાવશે,


તું મનાવે વાત માની પણ લઈએ આમ તો.

અન્યની આ રીતથી તો રીઝવું ના ફાવશે.


આ સમયને પણ કદી રોકી શક્યાં ક્યાં કોઇ જો.

એક સ્થળે આમ રોજે હવે સીજવું ના ફાવશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational