STORYMIRROR

Dilip Ghaswala

Inspirational Others

3  

Dilip Ghaswala

Inspirational Others

"ના" પાડવાની કળા શીખો

"ના" પાડવાની કળા શીખો

1 min
100

વર્તમાન સમયમાં જીવન ઉત્કૃષ્ટ રીતે જીવવા માટે ના પાડવાની ટેવ વિકસાવવા જેવી છે. લીલો રંગ સ્વીકૃતિનો છે. જ્યારે લાલ રંગ સાવધાની વર્તવાનો છે. ટ્રાફિક સિગ્નલમાં લીલો રંગ આવે ત્યારે જ તમે આગળ વધી શકો છો. લાલ રંગ આવે એટલે થોભી જવાનું સૂચન કરે છે. . માસ્ક વગરની વ્યક્તિ એ લાલ રંગનું પ્રતીક છે. પ્રેમથી એની સાથે વાત કરવાનું ટાળો. અને વર્તમાન સમયમાં એની જરૂરિયાત સમજાવો. . એને ખોટું લાગશે. મારી જોડે સંબંધ નહિ રાખે. . એવા ડરમાં વાત કરશો તો કોરોના જેવી બીમારી ઘરે લાવશો. કોઈપણ જગ્યાએ વસ્તુ ખરીદવા જાવ તો ટોળાં દેખાય તો ત્યાં જવાનું માંડી વાળો. અને દુકાનદાર માસ્ક વગર નો દેખાય તો ફોટો પાડી તંત્રને તરત જ જાણ કરો. સતર્કતા જ આ મહામારી ને રોકશે.

નીતિ, પ્રીતિ, સ્વાર્થ અને પરમાર્થ આ ચારને આધાર રાખીને ના પાડતાં શીખો એવું શાસ્ત્ર પણ કહે છે. વર્તમાન સમયમાં તમારી "હા", પાછલા દરવાજે થી કોરાના પ્રવેશનું કારણ બની જશે. . માટે સાંપ્રત સમયમાં "ના" પાડતાં શીખો. એ જ સમયની પણ માંગ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational