STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

ના હોત

ના હોત

1 min
24K

આપણે ખરેખર જો માણસ હોત,

તો ભગવાન આવો નિર્દય ના હોત,


ચારેકોર ઉજાશ, આનંદ, ઉલ્લાસ,

આવા અંધારાનો ઉદય ના હોત,


પુણ્ય કરતા પાપ વધ્યા હશે નક્કી,

બાકી આ પારાવાર પ્રલય ના હોત,


શાંત ચાલતી નાવડી મધદરિયે,

વાવાઝોડા અને વલય ના હોત,


ખાતરી છે,ઈશ્વર હજુય હાજર છે,

બાકી એકપણ ધબકતું હદય ના હોત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational