STORYMIRROR

kusum kundaria

Inspirational Others

3  

kusum kundaria

Inspirational Others

ન પૂછો એજ બહેતર છે

ન પૂછો એજ બહેતર છે

1 min
27K


ન પૂછો એજ બહેતર છે, મને ખેડાણની વાતો,

હજી ક્યાં થાય છે વરસાદના એંધાણની વાતો.


ન 'માળે'થી ચહેંક્યાં કે ન ડાળેથી કદી પંખી,

કુહાડીથી જ થાતી હોય જ્યાં ઘમસાણની વાતો.


તુટી જાશે જતનથી જાળવો સંબંધનું મોતી,

તમે જોડી શકો છો, ના કરો ભંગાણની વાતો.


નથી યાદી હવે રાખી, મળ્યાં કેવા ઇરાદાથી,

તમે સૌ સાથમાં ચાલો, કરો નિર્માણની વાતો.


ભલે આવ્યા વતન છોડી અમારા આંગણીયામાં,

અમે રાખ્યા સદા સાથે, સુણો સંજાણની વાતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational