મૂરત બની પૂજાય છે
મૂરત બની પૂજાય છે
શમણાંઓની આખી નાત લૂંટાય છે,
ત્યારેજ દર્દ, શબ્દોની માળા બની ગુંથાય છે.
આપો હૈયાની લાગણીને શબ્દોનો દેહ,
નહિ તો આ લાગણી એકલી મુંઝાય છે.
લાખો છીણી હથોડીનાં માર ખાય છે પથ્થર,
ત્યારે જ તો એ મૂરત બનીને પૂજાય છે.
દુનિયા ભલે ને અલગ કરે એકબીજાથી,
પણ તોય હૈયે લખેલા નામ ક્યાં ભૂસાય છે !
તારી ઝલકથી જીવવાનું બળ મળે છે મને,
તારી મુલાકાત વગર મારો દમ ઘૂંટાય છે.
તારી વાતોથી નવી ઊર્જાઓ મળે છે મને,
તારા સાદ વિના મારું હૈયું મુંઝાય છે.
