STORYMIRROR

HANIF MEMAN

Inspirational

4  

HANIF MEMAN

Inspirational

મુલાકાત

મુલાકાત

1 min
1.5K

સવાર પડે ને કૂણા ઘાસમાં થાય મુલાકાત,

બાગમાં હરતા ફરતા રોજ થાય મુલાકાત,


ઉનાળામાં આંબાવાડીએ થાય છે મુલાકાત,

રાત્રે દીવાને અજવાળે પણ થાય મુલાકાત,


નદીના વહેતા ને શાંત જળમાં થાય મુલાકાત,

પર્વતના શિખર મહીં પણ થાય છે મુલાકાત,


સડક પર ચાલતા ચાલતા થાય મુલાકાત,

ખરા બપોરે ગોંદરા તળે પણ થાય મુલાકાત,


સાંજ પડે ને શેરીએ પણ થાય મુલાકાત,

જ્યાં જ્યાં નજર મળે ત્યાં થાય મુલાકાત,


 ઓ ભેરુ ' પડછાયા ' હર પળ મળતા રહીશું,

પ્રાણ હશે ત્યાં સુધી રોજ થશે આપણી મુલાકાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational