Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

મુજ સખી

મુજ સખી

1 min
295


સખી ! આપણું મળવું,

જાણે ખળખળ વહેતું ઝરણું,


એને ન નડે કોઈ વાડ કે પાળ,

એ તો અલ્લડ ને મતવાલું,

સખી ! આપણું મળવું,

જાણે ખળખળ વહેતું ઝરણું. 


બાળવયની આપણી યારી,

સોને મઢેલી, રૂપે જડેલી,

ન કરી ક્યારેય, ગદ્દારી,

સખી ! આપણું મળવું,

જાણે ખળખળ વહેતું ઝરણું. 


થાતાં તો ઘણાં ય રિસામણાં,

ને તેથીય, વધું મનામણાં,

નહતાં કોઈ, વાંઘા-વચકાં,

સખી ! આપણું મળવું,

જાણે ખળખળ વહેતું ઝરણું.


પાંચ દાયકાની મૈત્રી મીઠ્ઠી,

ન કહ્યું થેન્ક્યું, ન સોરી,

ન કદી લાગ્યો, આભાર ભારી,

સખી ! આપણું મળવું,

જાણે ખળખળ વહેતું ઝરણું.


સખી ! આજ તને હું શું કહું ?

સાંભળ, આંખના ઈશારે કહું,

તું જાજું સમજ, હું થોડું કહું,

સખી ! આપણું મળવું,

જાણે ખળખળ વહેતું ઝરણું.


ચાલ ફરી, ઓ મુજ સખી,

એકબીજાના કૃષ્ણ બની,

જીવનતણી શીખ, આપીયે સાચી,

સખી ! આપણું મળવું,

જાણે ખળખળ વહેતું ઝરણું.


Rate this content
Log in