STORYMIRROR

Kalpesh Vyas

Classics

4  

Kalpesh Vyas

Classics

મોરપીંછ

મોરપીંછ

1 min
1.0K


પુસ્તકનાં પાનાં ફેરવતા મન મારું ભરમાયું છે,

પુસ્તકનાં બે પાનાં વચ્ચે મોરપીંછ મળી આવ્યું છે 


એ મોરપીંછ ને જોતા જોતા કાવ્ય મનમાં આવ્યું છે,

મોરપીંછની કલમ બનાવી કાવ્ય એ લખાયું છે,


રાધાજીને શમણાંમાં આજે મોરપીંછ દેખાયું છે,

દેખાયલા એ મોરપીંછ પર 'કાના'નું નામ છપાયું છે,


કાનજીને પણ શમણાંમાં એક મોરપીંછ દેખાયું છે,

દેખાયલા એ મોરપીંછ પર 'રાધા'નું નામ છપાયું છે,


ભક્તોને આજે મંદિરમાં જાણે જાદું કંઈ દેખાયું છે,

રમણીય દ્રશ્ય જોઈને જાણે મન સહુંનું ભરમાયું છે,


રાધાજીનાં હાથમાં 'કાના'નું મોરપીંછ દેખાયું છે,

કાનાજીનાં હાથમાં 'રાધા'નું મોરપીંછ દેખાયું છે,


કાનાજીની લીલાનું એક જાદુ સહુને દેખાયું છે,

એકબીજાની આંખોમાં મોરપીંછ દેખાયું છે,


યમુનાજીને તિરે જો કોઈને મોરપીંછ દેખાયું છે,

તો સમજી લેજો શ્રીકૃષ્ણનું આગમન ત્યાં થયું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics