મોકો મળ્યો
મોકો મળ્યો
કદી' મનને હરવાનો મોકો મળ્યો,
કદી' મનને ધરવાનો મોકો મળ્યો.
અજાણ્યા નગરમાં ફરી મનમહીં,
નવું કૈંક ભરવાનો મોકો મળ્યો.
વસંતે નવા રૂપને પામવા,
કદી' પાન ખરવાનો મોકો મળ્યો.
વહ્યા સૂર સંગીતના સામટા,
પછી તેને વરવાનો મોકો મળ્યો.
ઘણી યાદ 'સાગર' ત્યાં તાજી થઈ,
ગલીમાં ગુજરવાનો મોકો મળ્યો.
