STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

જળને જાળવીએ

જળને જાળવીએ

1 min
454


 જળને જાળવીએ જાણી જાણી,

 પડે ના પોકાર કદી ' પાણી પાણી '.


 અમરત ભૂમિતણું સૌની જરુરત,

 વાપરીએ જ્યમ વાણી વાણી.


 જગના તાતતણો એક આધાર જે,

 પાકે મૌલાત લઈએ માણી માણી.


 પાણી બચાવીએ કર્તવ્ય સૌનું, 

 રહીએ ન વાત કરી શાણી શાણી.


 વૃક્ષો ઉછેરીએ વર્ષાને લાવવા,

 રીઝે પછી તો વર્ષા રાણી રાણી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational