STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

પૂજન

પૂજન

1 min
368

તમારા પૂજનને પણ નમન કરવાનું મન થાય,

ને અમને પણ ઘરને ચમન કરવાનું મન થાય !


ફૂલ ને ખુશ્બૂનો નાતો જો ઓળખાય આમ,

ભીતરના ભાવનેય ભજન બનવાનું મન થાય !


શૂન્યમાંથી પ્રગટે જો અપેક્ષા રહિત આરાધના,

ને અચાનક જ પ્રભુને પ્રસન્ન કરવાનું મન થાય !


ભમરો બની ભટકું તારી જ આસપાસ સદા હું,

તો ગમતીલા ગીતનું ગુંજન કરવાનું મન થાય !


તૃષ્ણાઓ ઉકળી રહી જો જન્મોથી આ ઉતાપે,

તારા આશરે ઉભરાઓ શમન કરવાનું મન થાય !


એકવાર દેખાય જો તારૂં સ્વરૂપ આ સૃષ્ટિમાં મને,

અસ્તિત્વમાં આગંતુક થઈને ભ્રમણ કરવાનું મન થાય !


તારી કશીશના દાયરમાં એકવાર આવી જાઉં,

તો તારી તરફ અકારણ ગમન કરવાનું મન થાય !


ને ઓગળી જાય પછી બરફની જેમ અહંકાર મારો,

તો પ્રેમથી તારા પાવન ચરણ પકડવાનું મન થાય !


સર્વસ્વ ધરી દઉં તુજ ચરણોમાં તારૂં જ દીધેલું,

તું યાચક બની આવે તો દાન કરવાનું મન થાય !


તારૂં આપેલું "પરમ" જીવન તને અર્પણ કરૂં તો,

પ્રેમમાં બની "પાગલ" પ્રદાન કરવાનું મન થાય !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational