STORYMIRROR

Rahul Desai

Inspirational Others

4  

Rahul Desai

Inspirational Others

સંબંધોની સાચવણ

સંબંધોની સાચવણ

1 min
195

જીવતો હતો ત્યારે તમે કદી વાત પણ ના કરી, 

અને આજે જયારે હું માત્ર એક શબ્દ બની ગયો,

ત્યારે તમે વાત કરતા અશ્રુ વહાવી રહ્યા છો,

જેની ભીનાશ મારા હદયને હવે સ્પર્શી નહીં શકે.

જીવતો હતો ત્યારે તમે કદી હસ્યા પણ નહીં,

અને આજે જયારે હું ચીર નિંદ્રામાં પોઢી ગયો,

ત્યારે તમે અશ્રુ વહાવી રહ્યા છો,

જેની ભીનાશ મારા હદય ને હવે સ્પર્શી નહીં શકે.

જીવતો હતો ત્યારે તમે કદી માથે,

વ્હાલથી હાથ પણ ના ફેરવ્યો,

અને આજે જયારે હું ચીર નિંદ્રામાં પોઢી ગયો,

ત્યારે માથુ ખોળામાં લઈને અશ્રુ વહાવી રહ્યા છો,

જેની ભીનાશ મારા હદયને હવે સ્પર્શી નહીં શકે.

જીવતો હતો ત્યારે માત્ર જોઈને તમે મુખ ફેરવી લેતા હતા, 

અને આજે જ્યારે આંખો બંધ થઇ ગઈ,

ત્યારે તમે આ નિર્જીવ મુખને જોઈને અશ્રુ વહાવી રહ્યા છો,

જેની ભીનાશ મારા હદયને હવે સ્પર્શી નહીં શકે.

જીવતો હતો ત્યારે ઘરના આંગણે તમારી વાટ જોતો રહ્યો, 

અને આજે તમે આવ્યા પણ તમારું સ્વાગત કરવા,

પુષ્પોની સજાવેલી અર્થી જોઈને અશ્રુ વહાવી રહ્યા છો,

જેની ભીનાશ મારા હદયને હવે સ્પર્શી નહીં શકે.

જીવતો હતો ત્યારે તમારા આશીર્વાદ માટે તરસ્યો હતો, 

અને આજે તમે મારા પાર્થિવ શરીર પર,

પુષ્પ વિખેરતા અશ્રુ વહાવી રહ્યા છો,

જેની ભીનાશ મારા હદયને હવે સ્પર્શી નહીં શકે.

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational