STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

4  

Arjun Gadhiya

Inspirational

ગુર્જર દેશનાં નિવાસી

ગુર્જર દેશનાં નિવાસી

1 min
226

ગુર્જર દેશનાં નિવાસી; સૌ લોક એક છે,

પ્રાંત, બોલી, વેશભૂષા ભલે અનેક છે.


કચ્છ, ગુજરાત ભલે હોય કાઠિયાવાડી,

ગુજરાતી મા ના સંતાન અંતે તો એક છે.


ચોટીલા, આશાપુરા જાય ભલે અંબાજી,

દેવી શક્તિમાં વિશ્વાસ અંતે તો એક છે.


ખારી, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી,

નર્મદાનાં નીર ભળ્યા અંતે તો એક છે.


ગુજ્જુ, ગુર્જર કે કહો પછી ગુજરાતી,

'અર્જુન'ની ઓળખ બધી અંતે તો એક છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational