STORYMIRROR

Chetan Gondaliya

Inspirational Others

4  

Chetan Gondaliya

Inspirational Others

પ્રભુ કહે : બોલ બીજું શું જોઈએ

પ્રભુ કહે : બોલ બીજું શું જોઈએ

1 min
396

બે હાથ આપ્યા સબળ,

'ને કરવાને કલા-કરામત કામ,

બોલ બીજું શું જોઇએ ?


બે પગ આપ્યા મજબૂત,

ફરવાને પર્વત-મેદાન-હજ્જારો ધામ,

બોલ બીજું શું જોઇએ ?


બે નયન ચંચળ-રૂપાળાં

ધ્યગવાને સૃષ્ટિ-વૈભવ, મેઘ-ધનુષી,

બોલ બીજું શું જોઇએ ?


હરખીલું હૈયું હામ ભર્યું,

દિલ દૈ જીતવા અને મીઠી-લાગણીએ ધબકવા.

બોલ બીજું શું જોઇએ ?


વિ-વેગી મન-બુદ્ધિ આપ્યાં,

'ને ઉકેલવાને ગૂંથ્યા જટિલ કોયડા,

બોલ બીજું શું જોઇએ ?


તું સતત માંગતો 'ને માંગતો,

તો'યે લોભ જરા સરીખો ના કીધો,

બોલ બીજું શું જોઇએ ?


અને તેં શું આપ્યું ?

કુંડ-કપટ, હત્યા-સર્વનાશ, તો'યે

આ સામે તને આપી સતત માફી,

બોલ બીજું શું જોઇએ ?  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational