જીવવું
જીવવું
જીવન આપણે સદા આરપાર જીવવું,
જાણે કે એ તલવારની ધાર પર જીવવું.
મનમાં એવું મોઢે કરી લઈએ મનસૂબો,
ભૂલો આપણી કરીને એકરાર જીવવું.
વિચારને વર્તનમાં આવી જાય સામ્ય,
પ્રતિદિન પછી જાણે તહેવાર જીવવું.
પ્રત્યેકમાં હોય સંયમ બસ આપણો,
ના કદી પછી આપણે હદપાર જીવવું.
પારદર્શિતા આવી જાય વ્યવહારમાં,
ખુલ્લી કિતાબ જેમ વારંવાર જીવવું.
સરળ, નિખાલસ, નિર્દોષ રહે મનને,
ટાળી કિન્નાખોરી સદાબહાર જીવવું.
