ભાગ્ય
ભાગ્ય
એમ કૈં ભાગ્યના ભરોસે બેસી રહેવાય નહીં,
'હશે નસીબમાં તો મળશે' એવું મનાય નહીં.
ભાગ્ય તો મૂરખને રાજા, પંડિતને ભિખારી કરે,
પ્રારબ્ધનું માનીને કદીએ પુરુષાર્થ તજાય નહીં.
નથી ગુલામ આપણે હાથની રેખા કે કુંડળીના,
પ્રયત્નબળે ધાર્યું કરવાનું લક્ષ્ય ભૂલાય નહીં.
શું ન કરી શકે કાળા માથાનો માનવી મહેનતથી,
નસીબના વિશ્વાસે કદી જીવન હંકારાય નહીં.
પ્રચંડ પુરુષાર્થ પથ્થરમાં પણ પ્રાણ પ્રગટાવતો,
થૈ કર્મયોગીને વળી કર્મથી વિમુખ થવાય નહીં.
આળસુને નસીબને પુરુષાર્થીને સદા સફળતા,
'કર્મ એ જ જીવન' એ સૂત્ર વિસરાય નહીં.
