મોહપાશનું પ્યાદું
મોહપાશનું પ્યાદું


મન છે ચંચળને સંધૂય એને હોય પામવું,
પામરતા આ કટુ દિલને વળગી છે દેહથી,
ક્યારેક મુજ દેહ પર આવરે છે કષાયો,
રાગ દ્વેષને મોહ મારાથી નથી કોઈ પર,
એક માનવી એમાં સૌથી છે ટોચ પર !!
કદીક થાય ઈર્ષ્યા એ મોહપાશનું પ્યાદું,
સાથે કરીએ મહેનત પાછું પડાતું સાલું,
જ્યારે વધું મહેનતે ન મળતી સફળતા,
ફરનારા વધતાં આગળ જીવનરાહ પર,
ત્યારે મને દુઃખમાં કચવાતી એ ઈર્ષ્યા !!
વધતી વયે બદલ્યો જીવને અભિગમ,
આમ કર્મોનું મળે છે આપણને વળતર,
વર્તમાન ભલે સુધારૂ ભૂતને કોણ જાણે,
મહેનત સાથે નસીબનો જોઈએ સાથ,
તો સફળતા મારાં વરસે મારાં લલાટે !!