મોહમાયા
મોહમાયા
મોહમાયા સ્હેજ તો છોડી બતાવ તું !
'ને પરમ રસ્તે જરા દોડી બતાવ તું !
ફૂલનાં ઢગલા કચડ, પણ એક છે શરત,
બાવળો બે ચાર સરોડી બતાવ તું !
વૈભવી મંદિર ખૂચ્યાં આંખમાં ભલા ?
એક દેરું તો જરા ખોડી બતાવ તું !
તું ક્ષમાનો બોધ આપે છે, કબૂલ છે,
હાથ પહેલાં કોઈને જોડી બતાવ તું !
એમ કંઈ સહેલો નથી આ પિંડ છોડવો !
શ્વાસની આ શૃંખલા તોડી બતાવ તું.
