ગઝલ
ગઝલ
1 min
393
શબ્દ તો છે બ્રહ્મરૂપા, રૂપ એ ધાર્યા ધરે,
આપણી ઈચ્છા પ્રમાણે વાર્તાઓ ના કરે !
શબ્દકોષો ફેંદતાં પણ શબ્દ એકે ના મળે,
શબ્દ જો રીઝે અગર તો કાગળે સરરર સરે.
શબ્દ કંઇ ના ગાવડી કે કોઈ પણ દોરી શકે !
નાર છે શાણી, સ્વયંવરથી કલમ જોઈ વરે.
શબ્દને સીંચો અગર આરાધનાનાં જળ વડે,
શબ્દ પારિજાત થઈને આંગણું આખું ભરે.
હોથનાં ફફડાટથી તો શબ્દ પંગુ નીકળે,
નાભિએથી નીકળે તો બ્રહ્મ લગ એ વિસ્તરે.
