શબ્દ એટલે
શબ્દ એટલે
1 min
121
શબ્દ એટલે ....
ઉતંગ મોજા લઈ ઊછળતા સાગરનાં પેટાળે સૂતી
કોઈ છીપનાં ગર્ભે ઘૂસી
સ્વાતિબુંદે રોપ્યું જાણે ઝળહળતું કો' બીજ.
બીજું શું ?
શબ્દ એટલે....
ઘંટારવની ચીસ જઈને અથડાતી હો મૂર્તિને ‘ને
મૂર્તિ મજબૂર થાય આપવા મોં માંગ્યું વરદાન.
બીજું શું ?
શબ્દ એટલે
વર્ષો પૂજયા તુલસી ક્યારે
હસતા હસતા પ્રગટે શાલિગ્રામ.
બીજું શું ?
શબ્દ એટલે
કૂંડાળું જે વિસ્તરતું વિસ્તરતું પહોંચે
છેક બ્રહ્મને દેશ !
બીજું શું ?
