મોબાઈલ મસકો
મોબાઈલ મસકો
ઘરમાં તેલ ખૂટે તો ભલે ખૂટે નેટ ખૂટવુ જોઈએ નહીં,
પેટનું થાવું હોય તે થાય ટેકનોલોજી ટૂટવી જોઈએ નહીં
હે કૂઍપ કૃપા કરે અને મૅપ મારગ બતાવે;
ફૅસબૂક શોધી આપે, ધન્ ધન્ મોબાઈલ તને,
ટ્વીટર ખબર મોકલે, વાંચે રોજ પરીક્ષા વીર,
નેટ હારે નેળો રાખીઓ, ઓલો પાવર ખાલીખમ,
વૉટ્સેપ હઉને ફાવે, ઈન્સટાગ્રામ આવડે નંઈ;
ગેમ તો મોડી રાત રમે, ધન્ ધન્ મોબાઈલ તને,
ન્યૂઝ પેપર જોતા નથી, વૉટ્સઍપ રેઢું મેલતા નથી,
ઑનલાઇન ખરીદી કરે એમોઝોન ને ઓ,એલ,એક્સ ભૂલતા નથી,
એક ઘડિયાળ, બીજો સ્ટુડિયો, ત્રીજા ટેપ,રેડિયા ને ટીવી,
દુકાનો કરાવી દીધી બંધ, ધનધન મોબાઈલ તને,
દિવસે વૈરાગી થઈ ફરે, રાત આખી વીડિયો કૉલ કરે,
અરે બાવાને ભભૂતી કરાવે ભભૂતીને બાવા કરે,
સેન પડે એવાં ટચ અને ઍન્ડ્રોઈડ જોઈએ
જેવું તેવું તે ફાવે નંઈ, ધન ધન મોબાઈલ તને.
