STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

મણકા ઘસ્યા

મણકા ઘસ્યા

1 min
396

છૂટે નહીં વિષયવિકાર, માળાના મણકા ઘસ્યા,

આવે ના મન સદવિચાર, માળાના મણકા ઘસ્યા,


ના જાગે લાગણી મા- બાપમાં સેવા કરવા તણી,

નામસ્મરણ કેવળ ઉચ્ચાર, માળાના મણકા ઘસ્યા,


ના છૂટે લોભલાલચની બલા જેનું ગળે વળગણ,

દાનધર્મના ના હોય આચાર, માળાના મણકા ઘસ્યા,


હરિવર રહેતો છેટો આપણાથી જો આડંબર હોય,

કૃપા ક્યાંથી કરે કિરતાર ? માળાના મણકા ઘસ્યા,


અગનગિરા મુખથી નીકળતી ને ના સુધરે વ્યવહાર,

ના દરિદ્રમાં ઈશના દીદાર, માળાના મણકા ઘસ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy