મનની વાતો
મનની વાતો
મન એટલે અખૂટ ઊર્જાનો ભંડાર
મન પાસે છે શક્તિ અપાર,
મન એટલે સંસાર સાગરની નાવ,
જો સકારાત્મક હોય તો ઉતારે પાર,
જે મોક્ષના કિનારા સુધી લઈ જાય,
મન એટલે સ્મરણશક્તિનો ભંડાર,
મનની શક્તિ અખંડ અપાર,
જોડીએ જો તાર ઈશ્વર સાથે,
તો થાય જીવનની નૈયા પાર,
મળે સફળતા અને સમૃદ્ધિનું ઉચ્ચ શિખર,
સશકત હોય મન તો બીમારી પણ ભાગે દૂર,
સુંદર વિચારોના આવે પૂર,
દુઃખ લઈ જાય એ દૂર દૂર,
મન છે અખૂટ શક્તિનો ભંડાર,
યોગ અને સાધનાથી તું એને કંડાર.