મનની વાતો
મનની વાતો
કરવી છે મારે મનની વાત ઘણી,
પણ ટૂંકી છે જીવનની રાત ઘણી,
નથી હોતું સહેલું બધું શબ્દોમાં કહેવું,
કોઈ મારું મૌન સમજે તો મારે કહેવું,
સુખ હોય કે દુઃખ, હૈયે હોય ભાત ઘણી,
મનની વાતો લખતાં તૂટે મારા શબ્દોની અણી,
થાય કોઈની યાદમાં આંખ મારી ભીની,
સમજાવું કઈ રીતે હું વાત મારી લાગણી ભીની ?
સૌ પોતાની ધૂનમાં મગન છે અહીં !
કોઈને સાંભળવાની ક્યાં લગન છે અહીં !
મનની વાત હું કોને કરુ,
આ હૈયું ખોલી કોને ધરું ?
મલમ નથી કોઈ પાસે અહીં મારા દર્દનો,
ઈલાજ નથી કોઈ પાસે મારા દર્દનો,
કરીશ મનની વાતો, ઠાલવીશ જો દર્દ મારું !
તો મીઠું ભભરાવશે આ દુનિયા, સાંભળી દર્દ મારું,
તડપે છે આ મન વાતો કરવા ઘણી,
પણ ક્યાં જાઉં હું ફરી ફરી ?
