STORYMIRROR

Margi Patel

Romance

5.0  

Margi Patel

Romance

મંઝિલ મળી જાય મારી

મંઝિલ મળી જાય મારી

1 min
772



તારા દરેક કદમથી કદમ મિલાવીને ચાલુ,

તો મળી જાય વિસામાની મંઝિલ મારી...


તારા દરેક શ્વાસથી શ્વાસ રચાવીને રાખું,

તો મળી જાય ધડકનની મંઝિલ મારી...


તારા રુહ નજરથી નજર મળેને વાતોમાં વાત પુરાય,

તો મળી જાય તારા કર્ણને મંઝિલ મારી...


તારા પ્રેમ ભર્યા સ્મિતથી જીવનના રંગ ખીલે,

તો મળી જાય તારા પ્રેમની મંઝિલ મારી...


તારા વાહ વાહથી પુરાય પ્રાણ મારી કલમમાં,

ત્યારે મળી જાય સ્વપ્નને હકીકતની મંઝિલ મારી...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance