મને ગમતી
મને ગમતી
મને ગમતી'તી સુંદર એક વાદળી રે લોલ
એની આસપાસ ફરતી'તી મોસમ ઘણી,
મને ગમતી'તી આંબલીયાની ડાળી રે લોલ
એની આસપાસ ફરતી'તી ભમરી ઘણી,
મને ગમતી'તી ખેતરની ભાત રે લોલ
એની આસપાસ ફરતા'તા ખેડૂતો ઘણા,
મને ગમતી'તી ચંદરવાની ચાંદની રે લોલ
એની આસપાસ ફરતા'તા તારલિયા રે લોલ,
મને ગમતી'તી નદીઓના નીર રે લોલ
એની આસપાસ ફરતી'તી માછલીઓ ઘણી.
