મન મંદિર
મન મંદિર
1 min
6.8K
મંદિર, મસ્જિદ ચર્ચ હોય કે ગુરુદ્વારા,
શોધતા રહ્યા અમે ભગવાનને, એમના
રહેઠાણમાં સારા!
ના શોધી શક્યા એમને જ્યારે કોઈ જગ્યાએ,
મળી ગયા અચાનક અમને એ "મન -મંદિર"માં અમારા!!
કર્યા હશે કર્મો અમે કયારેક ખરાબ, તો કયારેક સારા,
પણ નથી કોઈને યાદ સારા કર્મો, બસ યાદ
છે તો માત્ર ખરાબ કર્મો અમારા!!
ક્રોધ, ધન, મદ, મોહ અને માયા, ચોતરફ ફેલાઈ ચુક્યા છે અવગુણો સારા,
નથી મળતા હવે સ્નેહ રુપી મીઠા ઝરણાં,
પાણી થઈ ગયા છે સૌના ખારા!!