STORYMIRROR

Vijay Parmar

Romance

4  

Vijay Parmar

Romance

મળી તુજથી નજર

મળી તુજથી નજર

1 min
326

મળી તુજથી કેવી નજર મારી,

ચુંબકીય પ્રવાહમાં ખેંચાયો પાછળ તારી,


રહ્યો ન કાબુ મારા મન પર,

બસ યાદ અને વાતો તારી આ હોઠ પર,


રહ્યો ન ખુદનો, આ પ્રેમનો જાદુ કેવો છવાયો,

તારા રૂપની જાળમાં હું કેવો ફસાયો, 


મન પાગલ બની તને જ જોયા કરે,

મન પ્રેમના દરિયામાં ડૂબી તર્યા કરે,


તારા રૂપનો કેવો જાદુ, મન શોધ્યા કરે તુજને, 

ચેન ન રહ્યું મુજને , મન ઝંખ્યા કરે તુજને. 


તારી વાતો મંત્રમુગ્ધ કરતી મુજને,

બસ મન ભરી સાંભળ્યાં કરું તુજને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance