મળી છે તક તો
મળી છે તક તો
મળી છે તક
તો માનવી બની ને જીવી લે,
આંગણે આવેલી તક ને વધાવી લે,
કુંડાનો છોડ બની શા માટે ઊગે તું ?
ઘેઘૂર વડલો બની વિશ્રામનું સ્થળ બની જા,
બસ વિશાળ સમંદર ના બને તો કંઈ નહિ,
બસ મીઠી સરિતા બની પ્યાસ બુઝાવી જા,
મહાન નેતા બનીને શું કરીશ ?
આમ આદમી બની આદમી ને મદદરૂપ થતો જા,
મારું મારું કરી
ભેગુ કરી,
શું કરીશ ?
લૂટાવી દે ખજાનો,
કર્ણ બની જા,
દુઆઓનો ખજાનો ભેગો કરતો જા,
મળી છે શ્વાસોની મહોલત,
કોઈની જીવનની કેડી કંડારી જા,
કોઈનું જીવનપથ ઉજાળી જા,
તારા માટે જ જીવી ને,
શું કરીશ ?
બીજા કાજે જીવી જા,
નામ દુનિયામાં રોશન કરતો જા,
ઓળખાણ તારી અલગ સ્થાપિત કરતો જા,
મળી છે તક તો,
તારા જ ભાગ્યનો વિધાતા તું બની જા.
