મળે જરા સાથ તારો કોઈ કવિતા હું
મળે જરા સાથ તારો કોઈ કવિતા હું
મળે જરા સાથ તારો કોઈ કવિતા હું લખું
મારી ગઝલોમાં રંગો તે ભર્યા હવે શું કહું ?
ઢળતી આ સાંજે શશી આકાશે તો ખીલતો
પૂનમની ચાંદની જેવા સાથ તારો હવે શું કહું ?
નથી ક્યારેય જીવ્યા જમા ઉધાર સાથે અહીં
સરવૈયું માંડુ તો તારું મળે જમા હવે શું કહું ?
અકબંધ રાખી જૂની યાદો સ્મરણોમાં જીવ્યા
ભારી છે પલ્લું તારું યાદો મહી તો હવે શું કહું ?
પ્રાસ તારો આ શ્વાસ તારો જીવન પ્રવાહ તારો
નદી દરિયા જેવો સંગમ તારો મારો હવે શું કહું.

