STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others

4  

Purvi sunil Patel

Inspirational Others

મઝધારે

મઝધારે

1 min
359

હાલક-ડોલક મનડું ડોલે જીવનનાં મઝધારે,

ઉટપટાંગ વિચારો સતાવે જીવનનાં મઝધારે,

સંઘર્ષ કરીને એકલપંડે ઝઝૂમવાનું હોલે-હોલે,

દૂર દૂર મીટ માંડી ભલે દિશા ના મળે મઝધારે,

સાચો સહારો એક તારણહાર બને છે સૌનો,

પરમપિતાનાં વિશ્વાસે જ હિંમત રહે મઝધારે,

ડગલે ને પગલે સાવચેતી રાખી વધવું ધીરેધીરે,

ઝઝૂમતાં રહીએ હરપળ જીવનનાં મઝધારે,

આશાઓનાં દીપ પ્રગટાવી વધવાનું હોંશે-હોંશે,

મળે ના કિનારા ત્યાં સુધી ઝઝૂમવાનું મઝધારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational