Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purnendu Desai

Inspirational

4.3  

Purnendu Desai

Inspirational

મઝા લો

મઝા લો

1 min
82


સફર જો ચાલુ છે તો અધૂરી પણ મધુરી છે, એની પણ મઝા તમે લો,

રાહ જોવાની જે મઝા છે, એ મળવામાં નથી, વાત મારી તમે પણ માની લો.


ન મળી શક્યાનો અફસોસ કરવા કરતાં, યાદ કરવાની એક અલગ મઝા છે તમે જાણી લો,

મળશે ત્યારે, તમે જે ચાહ્યું છે એવું જ મળશે, એમ માની, એની પણ તમે મઝા લો.


એમ નથી કહેતો કે આશા મૂકી જ દો 'નિપુર્ણ', પણ અનુભૂતિની પણ એક મઝા છે, તમે લો,

ન મળે મંઝિલ જ્યાં સુધી, પ્રયત્નો કરો, મળશે જ ક્યારેક, એમ માનીને તમે મઝા લો.


Rate this content
Log in