મજબૂત
મજબૂત
હિંમતથી છીએ અમે એકલા શકિતશાળી
પ્રગતિના પંથે આગળ વધતા રોકે કોઈ નહીં
ભલે હોઈએ અંધ મનથી અમે છીએ મજબૂત
જોઈ શકનાર આંખથી પારખે માનવ
અમે તો દૂરથી જ ઓળખીએ માનવ
ભલે હોઈએ અંધ મનથી અમે છીએ મજબૂત
બિંદુ બિંદુના સ્પર્શ થકી વાંચન કરીએ
સાક્ષરતાના દરને અમે પૂર્ણ કરીએ
ભલે હોઈએ અંધ મનથી અમે છીએ મજબૂત
ઈશ્વરે બનાવેલી સુંદર દુનિયા જાણીએ
એને મનનાં અંતર દ્વારથી માણી લઈએ
ભલે હોઈએ અંધ મનથી અમે છીએ મજબૂત
લાકડીના સહારે પુરી દુનિયા ઘૂમીએ
કાયરતા છોડીને હિંમતથી લડી લઈએ
ભલે હોઈએ અંધ મનથી અમે છીએ મજબૂત
સાથી જો મળે સમજદાર જીવનમાં
આંખ બનીને રાહબર બને દુનિયામાં
ભલે હોઈએ અંધ મનથી અમે છીએ મજબૂત
