મિત્રો
મિત્રો
સંસારના ધખતા ધોમમાં,
થોડા તો જોઈએ વિસામા,
ભલે ને મોટા નહીં તો નાના,
જીવન જીવવાના બહાના.
મિત્રો જ છે એ છાંયડા મીઠા,
સુખે ને દુઃખે જેને સાથે દીઠા,
વગર કહ્યે જે સમજે વાત,
છે એ સાચા મિત્રો તણી જાત.
લેવાની કોઈ ભાવના નહીં,
બધા કામ પણ કરતાં સહી,
દિલોની લાગણી જ છે સારી,
બીજી બધી વાતો રહે અધૂરી.
