મિત્રની આેળખ
મિત્રની આેળખ
મનના વિચારોને આેળખી જાય તે મિત્ર,
તકલીફોમાંથી બહાર દોરી જાય તે મિત્ર,
દુઃખ સહે પણ મુખ પર ન દેખાડે તે મિત્ર,
જરૂર પડ્યે પ્રાણની પરવા ન કરે તે મિત્ર,
સુખનું ધામ જ્યાં હૈયું ખોલી શકાય તે મિત્ર,
સંબોધન વિનાનો પત્ર સમજી જાય તે મિત્ર,
સંકટમાં અડધી રાતે આવી ઊભો તે મિત્ર,
ઊપકાર કરે તો પણ અલિપ્ત રહે તે મિત્ર,
મુખે હાસ્ય રેલાવી ખૂબ હસાવે તે મિત્ર,
વાતવાતમાં બધું દર્દ જાણી લે તે મિત્ર.
