STORYMIRROR

amit patel

Drama

2  

amit patel

Drama

મિત્ર

મિત્ર

1 min
484

   

કોણ છે મારુ અહીંયા?

પ્રશ્ન નો આવો કાફલો

દોટ મૂકી આવ્યો,

કહે, લખાવ મને સરનામું

જે હોય માત્ર તારું જ,


આ તે કેવી મૂંઝવણ

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ

મારા માટે તો યાદો નો સન્નાટો

નીરવ ટેકરે ચડી પાછી આવી

એ જ કાફલો પ્રશ્ન નો

કોણ છે મારુ અહીંયા?


ઉઘાડી આંખે દસે દિશા ભટકું,

ને સંભળાય મને મારો જ શ્વાસ

દેખાય મને મારો જ પડછાયો,

ફાડી નજરો જોવું,

શોધું હું કોને?

કોણ છે મારુ અહીંયા?


ને ત્યાં જ એક હાથ લંબાયો,

પ્રશ્નના કાફલાને ઉંચકી પછાડ્યો,

કહ્યું દૂર હતો સ્થળથી, મનથી નહીં

હું તરત જ પામી ગઈ

અરે આતો મારા નાનપણનો મિત્ર,


મારાં સ્મરણોનો ટોપલો,

હું તરત જ વીંટળાઈ ગઈ,

મિત્રતાની વ્યાખ્યા સમજાઈ ગઈ,

જીવનની આંટીઘૂટી ભલે રહી અઘરી

મિત્ર નામની હેલી માં હું તણાઈ ગઈ,

આવી ગયું ઝનૂન મારામાં,

મેં પણ દોટ મૂકી ને

પ્રશ્ન ના કાફલાને છુંદી વળી,

કહ્યું ચાલ લખ નામ અને સરનામું,


નથી હવે હું એકલી,

મારી પાસે મિત્ર છે,

આ જીવન એના નામનું, 

નથી રંગ એક, નથી લિંગ એક,

નથી જાતિ એક, નથી લોહી એક,

છતાંય એ પર્યાય છે મારો,

પૂછીશ નહીં હવે કોણ છે,

મારું અહીંયા,


બસ દુનિયા નથી જોવી,

છે મિત્ર જ મારો મારી દુનિયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama