STORYMIRROR

amit patel

Tragedy

2  

amit patel

Tragedy

હા હું મૌન

હા હું મૌન

1 min
411

હા, હું મૌન ધારણ કરી બેઠી તી... પણ!

ઓગળતી મારી વાચા, 

એ શબ્દોને ઓળખવા, મને પારખવા,

તારો હાથ કેમ મારા સુધી પહોંચતો નથી,

તું ગયો ત્યારથી જ એ ખરુશી ત્યાં જ ખાલીખમ ઉભી છે,

ને રોજ કોફીના બે કપ ભરાય છે,

કે કદાચ તું આવીશ, ને એનો સ્વાદ માણીશ,

જાણું છું કે એ કદીયે નથી થવાની ખાલી,

જો એ ખાલી થાય તો,  

હું આમ અમસ્તી ખાલી ના રહી ગઈ હોત,

મારા બંધ હોઠ તને જ વાગોળી રહ્યા છે,

હું જાણું છું કે મારો રોતડો અવાજ તારા સુધી પહોંચતો નથી,

પણ આપણા સંબંધોના અધવચતાના સાક્ષી

આ કપ અને ખરુશી મારી જેમજ

રાહ જોઈ જોઈ ને સ્થિર થઈ ગયા છે.

હવે તો ખરુશીની ચારે બાજુ કરોળીયાના જાળા જામી ગયા છે,

ને કોફી માનું દુધ ઘટ્ટ થઈ દહીં થઈ ગયું છે,

ને હું? 

નથી જામવા દીધા મે કરોળીયાના જાળાને મારા માં

કે નથી કોફીની જેમ મારા વિચારોએ રંગ બદલ્યો,

હું આજેય હાથ માં છાપુ લઈને બેઠી છું કે

તું આવીશ સમય વીતે એ પહેલાં ને મને આખે આખી વાંચીશ..!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy