STORYMIRROR

amit patel

Romance

4  

amit patel

Romance

તું મને કેટલો ગમ્યા કરે છે

તું મને કેટલો ગમ્યા કરે છે

1 min
130

એય ! જાણે છે તું મને કેટલો ગમ્યા કરે છે,

અંતરથી છલકાઈ મારામાં દોડ્યા કરે છે,


તારી એ અદાઓ મારામાં ઢોળાયા કરે છે,

ઝીણી ઝીણી સાચવીને મુકેલી તારા

વ્હાલની વાતો રોજ સંભળાયા કરે છે,


તારી આછી -આછી દાઢી જાણે

મને ક્ષણે-ક્ષણે સ્પર્શયા કરે છે,


તારી છાતી પર મારેલ એ મુઠ્ઠી,

હજીયે તારાં સ્પર્શને મસળ્યા કર્યા કરે છે,


હું થોડી થોભી જાવ તારી યાદોમાં ત્યાં જ

શ્વાસો શ્વાસ પણ સ્થિર થયા કરે છે,


ગજબનો આભાસ મને થયા કરે છે,

જાણે તું મારા પાલવમાં વીંટાયાં કરે છે,


મારા હોઠો તરસીને તારામાં ડોકાયા કરે છે,

એય ! જાણે છે તું મને કેટલો ગમ્યા કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance