હા હું સ્ત્રી છું
હા હું સ્ત્રી છું


હા હું સ્ત્રી છું, હું અદભુત છું,
ખુલ્લા દિલથી હસી શકતી,
જવાબદારીઓ, પ્રાથમિકતાઓ મારી,
છતાં બીજાની ઇચ્છાઓ પૂરી કરતી
હા હું સ્ત્રી છું, હું અદભુત છું.
ઓળખ બનાવી ચૂકેલી,
ગમે ત્યારે અરીસામાં નીરખતી, .
હા હું સ્ત્રી છું, હું અદભૂત છું !
મેં ઘણું સહ્યું, તો શીખ્યું ક્યાં ઓછું છે?
શણગાર્યું આંગણ મારું,તારું ને ઓફિસનું પણ
હા હું સ્ત્રી છું, હું અદભૂત છું,
હું નાદાન છું, તો સમજદાર પણ ક્યાં કમ છું?
હું સમાધાન કરું છું, તો અક્ક્ડ પણ રહું છું
હા હું સ્ત્રી છું, હું અદભૂત છું.
હું મારાં મનનાં આકાશે ઊડું છું
મને ચાર દીવાલમાં ક્યાં રસ?
મેં ઉંબરો છોડ્યો ને ઉડ્ડયન કર્યું
રસોડું, શયનખંડ જ નહીં,
આખું વિશ્વ સર કર્યું,
હા હું સ્ત્રી છું, હું અદભુત છું,
હું સ્પષ્ટ છું,સ્વચ્છ છું, સ્વસ્થ છું
હું પાલવ ઓઢું ને સ્કર્ટમાં ય ફરું
મને અફસોસ નથી,હું બિન્દાસ છું,
હું ફેશનેબલ છું તો દેશી પણ એટલી જ છું?
હા હું સ્ત્રી છું, હું અદભૂત છું,
હું વારસા માં મારી છાપ છોડું છું,
ને મારી આમન્યા જાળવી રાખી છું,
મેં ચીસો ને ચીરી છે, તો મેં ખુશીઓ વહેંચી છે,
આંસુ મારું હથિયાર નથી જ
મેં મારી જાત ને જગ સાથે નીચોવી છે,
હું જાડી છું, શ્યામ છું, પણ
આત્મવિશ્વાસથી ભરપૂર છું,
હા હું સ્ત્રી છું, હું અદભુત છું,
મારામાં કરુણારસ છે, તો
હું કાવ્યરસ થી તરબોળ છું
હા હું સ્ત્રી છું, હું અદભૂત છું,
કવિ નું વર્ણન છું, ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છું
હું રાજ કરતી ઇન્દિરા છું,
તો અવકાશમાં ઊડતી કલ્પના છું,
સુંદરતામાં પ્રિયકાં છું, તો કામમાં અરુંધતી છું
હા હું સ્ત્રી છું, હું અદભુત છું,
મારાં દેશની સંસ્કૃતિ છું
હાઉસવાઈફ છું તો ઓફિસમાં પણ બોસ છું.