માણસ એકલો
માણસ એકલો
1 min
11.7K
કૂતરું કરડે અને હડકવા થાય
એમ બધાને ભટક-વા થઈ ગયો' તો
એક સ્થળ.. બીજું સ્થળ…
એક મોલ, એક થિયેટર …
વેકેશન માં દોડે વિદેશ
પ્રાંત બદલે, વેશ પણ.
ટકી ને બેસતા... જ કોણ?
બેઠો હવે પલાંઠી વાળી માણસ.
ક્યારેય નહીં માંડી હોય આંખો ઘરમાં
ભૂલી ગયો હવે બઘી ફેશન
આવ્યો જ્યારથી કોરોના વાયરસ
કેવો માણસ, કેવો રોગ
બંધ મંદિરને બંધ મસ્જિદ
એક એક ચહેરે માસ્ક
ભૂલ્યો ચુંબન, ને જોડે હાથ
માણસ એકલો, થયો ટોળાંનો નાશ
આ પૃથ્વી આખી ઊભી માસ્ક પહેરી..