મિત્ર
મિત્ર
નજર ના લાગે મારા મિત્ર ને,
મિત્ર વગર તો ના રહેવાય.
સુખદુઃખનો સાથી દોસ્ત,
પ્રસંગે ઉપસ્થિત થાય.
કમનસીબે જો મિત્ર ના હોય,
અંગત સમસ્યા કોને કહેવાય ?
એક સાચો મિત્ર મળે જો જીવનમાં,
જીવનમાં સાચો માર્ગ દેખાય.
આપણે પણ સારા બનીએ,
મિત્ર ભાવ નીભાવીએ.
અન્યોન્ય સારા બનીને
મિત્ર સાથે મિત્રતા નીભાવ.
