મિત્ર કિંમતી ખજાનો
મિત્ર કિંમતી ખજાનો
જેની સાથે વાતો કરવા
રાત પણ ટુંકી પડે
જેની સાથે લાંબી મુસાફરી
પણ યાદગાર બને
જેની સામે હૈયું ખોલી શકાય
તોલ્યા વગર બોલી શકાય
ના કોઈ મહોરો છે એવો જ રહે
જેવા હોય તેવા જ અપનાવી લેએ મિત્ર છે
બેજાન જિંદગીમાં પ્રાણ પુરે
દગીથી હારી ગયેલા ને
જીતાડી નવો ઉત્સાહ
નવો જોમ આપે
તેની સાથે હર ક્ષણ સોનેરી
તેની સાથે હર પળ રૂપેરી
મોતી કરતા પણ કિંમતી ખજાનો
એ છે મારો મિત્ર મજાનો