મિલનની વેળા
મિલનની વેળા
સજની સજી લેને શણગાર મિલનની વેળા આવી.
ના રાખીશ કશોએ હૈયાભાર મિલનની વેળા આવી.
તડપતાં ઉરનેય હવે શાતા વળવાની છે ચોક્કસ ને,
જાણે મદન ખુદ કરતો પ્રહાર મિલનની વેળા આવી.
ખૂટી પ્રતિક્ષા આગમનની અનરાધાર હો પ્રેમવર્ષા,
સજી લે સજની સોળ શણગાર મિલનની વેળા આવી.
હશે ફળતાં પુણ્યો પૂર્વના કે જુદાઈની થઈ વિદાઈ,
જાણે કે બજી રહ્યા દિલતાર મિલનની વેળા આવી.
એક એક ઘડી હવે એક એક યુગ સમ વીતનારીને,
નયનને નીરખ્યાનો હો ઓથાર મિલનની વેળા આવી.
અંતર છલકે, ઓષ્ઠ મલકે રોમેરોમ પુલકિત થાય,
મળી જાય ઈપ્સિતનો આધાર મિલનની વેળા આવી.

